વ્લાદિમીર પુતિનના સીક્રેટ પેલેસનો અદ્ભુત નજારો, વાયરલ થઈ તસવીરો


Leaked photos purporting to show Vladimir Putin secret palace in Russia: દુનિયામાં રાજા-મહારાજાઓની કોઈ કમી નથી. લોકતંત્રની બોલબાલા વચ્ચે વર્ષો જૂના એવા મહેલ હાજર છે જે તેની ખુબસુરતીને કારણે બધાનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરે છે. અહીં વાત તે સીક્રેટ પેલેસની છે જેની તસવીરો હાલ અમેરિકાથી લઈને હિન્દુસ્તાન સુધી વાયરલ થઈ રહી છે. 

રશિયન એક્ટિવિસ્ટ એલેક્સીનો ખુલાસો

1/9
image

અમેરિકાથી લઈને હિન્દુસ્તાન સુધી સત્તાવાર રાષ્ટ્રપતિ પેલેસથી અલગ એક એવો પેલેસ પણ છે જે છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. 

 

 

મોટો દાવો

2/9
image

હકીકતમાં કહેવામાં આવી રહ્યું છે કે આ સીક્રેટ પેલેસ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો છે જે અત્યાર સુધી દુનિયાની નજરથી દૂર હતો. 

 

 

આવી 489 તસવીરો લીક

3/9
image

જેલમાં બંધ રશિયન કાર્યકર્તા Alexei Navalny ના સહયોગીએ તે ગુપ્ત મહેલની અંદરની અનેક તસવીરો જાહેર કરી છે, જે રશિયાના રાષ્ટ્રપતિનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

 

 

 

રાષ્ટ્રપતિનો બાથ ટબ

4/9
image

એક ગૂગલ ડ્રાઇવ દ્વારા પબ્લિક ડોમેનમાં આવેલી 489 તસવીરોની સાથે ઘણા વીડિયો પણ લીક થયા છે. 

 

 

5/9
image

ગૂગલ ડ્રાઇવ પુતિનના સિક્રેટ પેલેસના ડ્રોઈંગ રૂમ, વોશરૂમથી લઈને શાહી બેડરૂમ સુધીની તસવીરો હોવાનો દાવો કરી રહી છે.

સુંદરતા તો જુઓ

6/9
image

Navalny foundation દ્વારા જારી કરવામાં આવેલી આ ખાસ તસવીરોમાં એક આઇસ રિંકની સાથે પોલ ડાન્સિંગ રૂમ પણ છે. 

 

 

લગ્ઝરી બેડ રૂમ

7/9
image

આ તસવીરો વિશ્વમાં વાયરલ થઈ રહી છે અને લોકો રાષ્ટ્રપતિના શોખને લઈને ચર્ચાઓ કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પુતિને $1.35 અબજ ડોલર કિંમતવાળા બ્લેક સી પેલેસના માલિક હોવાનો ઇનકાર કરી દીધો હતો. 

ચારે તરફ ચર્ચા

8/9
image

લોકોનું કહેવું છે કે આ મહેલમાં આરામથી ફરવા માટે એક દિવસ ઓછો પડશે. આ સીક્રેટ પેલેસમાં ઘણા દેશોની કલાકૃતિઓ છે જેનું ઇન્ટીરિયર દમદાર છે. જેલમાં બંધ વિપક્ષી નેતા એલેક્સી નવાલનીના એન્ટી-કરપ્શન ફાઉન્ડેશને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના કથિત સીક્રેટ પેલેસની અંદરની તસવીરો જારી કરી છે. 

સીક્રેટ પેલેસનો ખુલાસો

9/9
image

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા પુતિનની જિંદગી પર લખાયેલું એક પુસ્તક છપાયું હતું જેમાં તેમના સંઘર્ષ વિશે જણાવવામાં આવ્યું હતું કે સોવિયત રિપબ્લિકના વિઘટન બાદ તેમણે જીવન ચલાવવા માટે ટેક્સી ડ્રાઇવરનું કામ કરવુ પડ્યુ હતું. તેવામાં આ સમયમાં તેમની બાયોગ્રાફીથી પ્રેરિત લોકો પણ તેમના સીક્રેટ પેલેસની વાત સાંભળીને ચોંકી ગયા છે.